મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

પૈસા કમાવા માટે બુદ્ધિ ની જરૂર પડતી હશે પણ એના સદ્ઉપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ.

મન ઇશનું મનન
તા. ૦૮-૦૫-૨૦૨૦
🙏🏻

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

જો આપણે સૌ એકબીજાની પ્રાર્થનાઓ સાંભળી લઈએ તો પ્રભુના માથેથી થોડો બોજ જરૂર ઓછો થાય !!

મન ઇશનું મનન
તા. ૦૭-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : – શ્રી અતુલભાઈ ભટ્ટ

“રત્ન કણિકા માણસને માનવ બનવા પ્રેરે”
પરમાત્માએ દરેક વિશ્વ માનવ ને દેહ+ આત્મા એ જ પરમાત્મા સાથ સંગાથ મોકલ્યાછે. આપણે દરેક અત્યારે પેલા અણદીઠા પરમાત્માને પ્રાર્થા કર્યા કરીએ જે હજારો ગાઉ અદ્રશ્ય અકલ્પ્ય અલભ્ય છે. ચાલો મારી આજુબાજુ
ઉપર નીચે જે કોઈની તકલીફ હું સમજીને જાણી શકું છું તો એને દૂર કરવા હમેંશ તત્પર રહું… પ્રભુ તો મુજ આત્મામા પણ વસ્યો જ છે ને!
“સારા કામ ક્યારે કરશો આજ આજ ભાઈ અત્યારે”
વિશ્વના દરેક માનવમા બેઠેલ જો પ્રાર્થના સાંભળી મદદરુપ બને તો પૃથ્વિ પર દુ:ખ તો ન જ રહે.

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

આપણે જ ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખીએ તો પછી પડછાયો આપણને નહીં દેખાય.

મન ઇશનું મનન
તા. ૦૬-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ

આજના મન ઈશના મનની રત્ત્ન કણિકાએ મારા મનને પણ વંટોળે ચઢાવી દીધું.. પણ શાંત થતા જ સમજાયું “ રામ દેવ હોવાથી એને પડછાયો ન હોય પણ રાવણને માર્યાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ને પડછાયો પડવા લાગ્યો” પછીની વાર્તા તમે સૌ જાણો છો જ. ટુંકમા આપણો જ પડછાયો આપંણી સાથે ચાલે તો આપણને પસંદ નથી. માટે.. પેલા સૂર્યદેવની સન્મુખ મુખ રાખી ઉભા રહીએ તો એ પ્રકાશે પડછાયો અદ્રશ્ય છઈ જાયને આપણો આત્મદિપ ઝળ હળે…..

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

જે મીણબત્તી ઓગળવા માટે તૈયાર નથી હોતી તે કદી પ્રકાશ નથી આપી શકતી.

મન ઇશનું મનન
તા. ૦૫-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ
વાહ… ક્યા બાત
ઓગળી જવું કે પીગળી જવું….
મીણબત્તી એ જ મારું જીવન, ભીતર એક મીણબત્તી પ્રભુએ પ્રગટાવીને મોકલ્યો છે. એમાં મીણની જગ્યાએ આત્માના કોડિયામાં સ્નેહ પણ ભરી આપ્યું છે. સ્નેહ અંતરમા ઓગાળી ઓગાળીને જેટલો અન્યમા વહેંચીએ એટલો દિવડીનો પ્રકાશ તેજ તેજ થશે.” ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા” યાદ કરીએ મીણબત્તીને જેમ જેમ ઓગળતી જાય તેમ તેજસ્વી પ્રકાશ દેતી જાય…
મન ઈશને એટલું જ કહું આપણે પણ આપણામા રહેલ સ્નેહ મીણને ઓગાળી સૌને વહેંચીએ તો… અનંત આત્મદીપના સ્નેહથી જગત કોરોના મુક્ત થઈ પ્રકાશમય જરુર બનશે જ

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

આપણી પોતાની ભૂલ હોય ત્યારે સમાધાનની અપેક્ષા રાખીએ છીએ તેમ અન્યની ભૂલ માટે આપણે સમાધાનની તૈયારી રાખીએ….

મન ઇશનું મનન
તા. ૦૪-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ
મન ઈશના મનનની રત્ન કણિકાનું આ રત્ન જીવન જીવંત જીવવાની જાદુઈ ચાવી છે.અને હું આ સાહિત્ય ને કાવ્ય સંગીત પ્રેમીઓના મેળામા મનીષ એ જ પ્રમાણમા વર્તી રહ્યો છે તે માટે મારા અભિનંદન.
હું ભુલ કરું! માફી માગી લઉં એટલે અન્યએ માફ કરી.. સમાધાન. પણ તું ભુલ કરે તો માફી નહીં જ તો સમાધાન તો ઘણું દૂર રહ્યું.
ન્યાઈ બનીએ પવિત્ર બનીએ ને સમાધાનકારી બનીએ. તણાવ મુક્ત બનવા આ રત્ન ને આજથી જ જડીબુટ્ટીની માફક ખીસ્સામા રાખો.આનંદમય યાત્રા…

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

માણસ કેવી કિંમતી ચીજવસ્તુઓ વાપરે છે તેના પરથી તેની કિંમત અંકાતી નથી, પણ એ પોતાના સમયની અને બીજાના સમયની કેવી કિંમત કરે છે એના પરથી તેની સાચી કિંમત અંકાય છે…….

મન ઇશનું મનન
તા. ૦૩-૦૫-૨૦૨૦

મન ઈશ સલામ તારા મનનને…
ગઈકાલે રાત્રે વિચારતો હતો કે”મને હવે કોઈ જ કીંમતી ભેટ સોગાદોનો ગાડી ઘોડા વાડીનો અભરખો રહ્યો નથી… મનીશના આ ત્રણ સુકોમળ નિર્દોષ બાળકો સમયની કિંમત સમજી ઉછરી મોટા થઈ જાય એટલી તો જીંદગી ઈશ્વર આપજે.
હું મારા સમયની કિંમત એટલી અતિ પણ ન કરું કે અન્યનો સમય બરબાદ થાય.આજે રત્ન કણિકા સંદર્ભમા મારે આ ગુજરાતી ગૌરવ- ત્રિમંદિરના દરેક દિવ્ય અંતરાત્માઓને વંદન સહ વિનંતી કે “ આપણે સૌ રસના ઘુંટડા પીવડાવતા રહીએ ઘાડવા નહીં કારણ સમય મુલ્યવાન દરેકનો છે, અનુપાલન કરીએ, આનંદ લુટીએ.”

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

જે તમારું મૌન સમજી ન શકે, તે કદાચ તમારા શબ્દો પણ સમજી ન શકે….

મન ઇશનું મનન
તા. ૦૨-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ

મૌન….. મન ઈશનું મૌન….
મારું તારું આપણું… મૌન ?
મને તો ખબર છે કે મૌન ટાણે મસ્તિષ્કમા વિચાર વંટોળ ઝંઝાવાતી હોય છે, ને એ ઝંઝાવાત મુખના ને આંખના કંઈક વાર હાથ પગના હાવ ભાવ દ્વારા ઘણું બધું કહી જ દે છે. હમણા હમણાં તો મારું અવલોકન એવું નીકળવા લાગ્યું કે હજારો માઈલ દૂર મિત્રના આત્માના અવાજને સાંભળી શકું છું. સાચી વાત તો એ જ છે કે મૌનાત્મા ને ન સમજી શકાય તો શબ્દો તો…! બુધ્ધિથી ગોઠવેલ અન્યને સ્વાર્થના પાસથી બાંધવાનો તથતો તો સમજી જ ક્યાંથી શકાય.
રત્ન કણિકા સમજણ એ જ નારાયણનો પ્રકાર છે. અજમાવતા રહેજો ને નારાયણાનંદી બનતા રહેજો.

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

માણસની આંખ, જીભ કરતા અનેકવાર વધુ કહી આપે છે અને સાચું કહી દે છે…એ આંખનો સંદેશ વાંચતા શીખીએ..

મન ઇશનું મનન
તા. ૦૧-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ
મન ઈશના મનન મા આજે આ રત્ન કણિકા અદભુત અલૌકિક છે. આંખથી વ્યક્તિની સાચી પહચાન કરવાની શક્તિ પરમાત્માએ દરેક માનવને આપી જ છે. શર્ત એટલી જ છે તેનો ઉપયોગ નીજી સ્વાર્થ માટે કદાપિ ન કરતા.
જીભ અવશ્ય ખોટું બોલી શકે પણ આંખ સત્ય સિવાય કાંઈ જ નહીં.
જીભની મિત્રતા મસ્તિષ્ક સાથે ને આંખની હ્રદય સાથે… અજમાવી જ જુઓને.!!! જય જય ગરવી ગુજરાત…

મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

સમયની સાથે ચાલવું, સમયની સાથે રહેવું , તેના કરતાં સમયને ઓળખીને ચાલવું વધારે યોગ્ય છે.

મન ઇશનું મનન
તા. ૩૦-૦૪-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ

મન ઈશના મનન ને વંદન કરું.સમયની સાથે રહેવું ચાલવું એ સર્વ સામાન્ય ઉક્તિ તો બાળ પણથી માબાપ ને ગુરુવર્યે “ એકડે એ..ક” ની જેમ ઘુંટાવી… પરંતુ સમયને ઓળખીને ચાલવાનું અવલોકન સારાય વિશ્વે આ કોલિદ ૧૯ નામના મહાકાળ વાયરસે જ શીખવાડ્યુ. એંસી ટકા માનવ અત્યારના સમયને ઓળખી ઘરમા જ સુતક પાળે છે પણ પેલા વીસ ટકા હજી પોતાના અહમની નિશ્રામા ફર્યા જ કરે છે.. તેને લીધે વિશ્વ મહામારી વધી રહી છે. જાગો માનવ જાગો, સમયને ઓળખો તો ફરી એકવાર સુરમ્ય રુડું પરભાત..

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

સારા શબ્દો બોલતા કે લખતાં ન આવડે તો કાંઈ નહીં, પરંતુ સારા શબ્દો ઝીલતાં આવડી જાય તો પણ જીવન ધન્ય બની જશે.

મન ઇશનું મનન
તા. ૨૯-૦૪-૨૦૨૦

ભાવ પ્રગટ : – શ્રી અતુલભાઈ ભટ્ટ

જે સારા શબ્દો ઝીલતા શીખી જાય તેને બીજા કશાની જરુર નથી. મન ઈશથી ઉદભવેલો “ઝીલવો” શબ્દ અદભુત છે, ઝીલાય ક્યાં આત્માના દરિયે- ગગને, એને એ ઝીલાયા પછી પરમાત્માએ બક્ષેલ આંખમાથી મૌન પ્રેમ દ્વારા અથવા મુખથી વાણી દ્વારા સત્ય મીઠાં વચનો જ ઉદભવે…!
જીવનમા શબ્દથી પોતીકા પણ થવાય ને ક્ષણમા પારકા પણ…
મસ્તિષ્કમાથી નીકળેલ શબ્દ હ્રદયમાથી ગાળીને ઉચ્ચારવો ઉચિત છે.